આદર્શ પ્રોજેક્ટનો હેતુ
Vision :
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરી, અનાદિમુક્તની સ્થિતિને અનુભવાત્ક બનાવે એવા મુમુક્ષુ, મુક્ત સમાજની રચના કરવી.
Mission :
પ્રતિલોમ સાધના માર્ગમાં જોડાનાર સાધકને પાત્રતા અનુસાર વર્ગીકૃત કરી, તેમને જગત સુખથી પાછા વાળી અલૌકિક પરભાવી સુખ તરફ આગળ વધવાની મુમુક્ષુતા પ્રગટાવવી.
આદર્શ પ્રોજેક્ટ કાર્યાલય અંતર્ગત મુખ્ય ત્રણ પ્રોજેક્ટ કાર્યરત છે.
દિવ્ય સાંનિધ્ય શિબિર (DSS)
આદર્શ યુવા પ્રોજેક્ટ (AYP)
પ્રિ–મુમુક્ષુ પ્રોજેક્ટ
દિવ્ય સાંનિધ્ય શિબિર (DSS)
સત્પુરુષનું નિકટ સાંનિધ્ય એટલે પરમાત્માનો અને શાશ્વત સુખનો દિવ્ય અહેસાસ. જેમ કીડી અને હાથીનો મેળ કરવો અસંભવ લાગે છે, તેમ પરમાત્માના સુખના દ્વાર એવા દિવ્ય સત્પુરુષ અને માયિક સુખમાં ફસાયેલા અજ્ઞાની જીવનું મિલન શક્ય નથી.અજ્ઞાની જીવ ચાહે તો પણ, આ પરમભાવના સ્તરે પહોચવા અને સત્પુરુષનું નિકટ સાંનિધ્ય પ્રાપ્ત કરવા સક્ષમ નથી. આવા દુર્લભ અવસરો જીવ માટે સુલભ બનાવવાની વિધિ એટલે ‘દિવ્ય સાંનિધ્ય શિબિર.’પરમકૃપાળુ શ્રીહરિનું બિરુદ ધરાવતા પરભાવી સત્પુરુષ, પ.પૂ.સ્વામીશ્રી, સદાય પરમ આનંદમાં મ્હાલતા હોવા છતાં, માયાના ચક્કરમાં ફસાયેલા જીવો માટે પોતાની દયાથી દૂરી દૂર કરે છે. તેઓ જીવોને દર્શન, સ્પર્શ અને પ્રસાદથી આલિંગે છે અને નિજસ્નેહ વરસાવે છે, એ જ સ્થળ છે ‘દિવ્ય સાંનિધ્ય શિબિર’
આદર્શ યુવા પ્રોજેક્ટ (AYP)
શ્રી હરિના પ્રાગટ્યના મુખ્ય હેતુને જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ નવનીત આપી કારણ સત્સંગ સ્થાપ્યો. બાપાશ્રીએ આપેલ કારણ સત્સંગના સિધ્ધાંતો જે સર્વોપરી સ્વામિનારાયણની ઉપાસનાની દ્રઢતા તથા અનાદિમુક્તની સ્થિતિને ઝીલવી એ સામાન્ય ભક્ત જીવનથી આગળ આદર્શ જીવન તરફ વધવું અતિઆવશ્યક છે. કારણ સત્સંગના સિધ્ધાંતોને અનુલક્ષીને જોઈએ તો આદર્શતા શું? તો, સર્વોપરી ઉપાસનાની દ્રઢતા અને પંચવર્તમાનેયુક્ત જીવનની દ્રઢતા. પંચવિષયના ભૌતિક સુખોને તુચ્છ ગુણી શાશ્વત અલૌકિક સુખ માટેની આધ્યાત્મિક યાત્રા કઠીન અને લાંબી છે. પરંતુ તે યાત્રાને સહજ બનાવે છે દિવ્ય સત્પુરુષનો અંતરનો રાજીપો…એ જ તેમની કૃપા. આ અંતરનો રાજીપો તેવા આદર્શ વ્યક્તિત્વ ઉપર જ વરસે છે. દિવ્ય સત્પુરુષ ગુરુજી પ.પૂ.સ્વામીશ્રીના સાંનિધ્યમાં રહી વિવિધ કેમ્પ, શિબિરો, વર્કશોપ તથા કોર્સીસ દ્વારા જ્યાં આદર્શતાના આધ્યાત્મિક મૂલ્યો શીખી રાજીપાના પાત્ર બનાય છે તે ‘આદર્શ યુવા પ્રોજેક્ટ’. ટુંકમાં, શ્રી હરિ પ્રબોધિત સર્વોપરી ઉપાસના અને પંચવર્તમાનમાં શુરાપુરા કરી સ્થિતિની યાત્રાનો પાયો મજબુત કરાવતો પ્રોજેક્ટ એટલે આદર્શ યુવા પ્રોજેક્ટ.
પ્રિ–મુમુક્ષુ પ્રોજેક્ટ
અનાદિકાળથી જીવાત્મા દેહ અને દેહાધ્યાસીઓના સંગદોષે કરીને અજ્ઞાનના અગાઢ અંધકારમાં ખૂંચી ગયો છે. જેને લઈને આત્માને દેહથી પૃથક પોતાનું સ્વરૂપ જ ભૂલાઈ ગયું છે. એટલે પરમાત્માના શાશ્વતસુખની પ્રાપ્તિની સ્મૃતિ જ દૂર રહી ગઈ છે. આ ભૌતિક સુખોની માયામાં, જ્યાં કેવળ સ્ત્રી, દ્રવ્ય, અને દીકરો જેવી તુચ્છ વિષયસુખો છે, તેમાંથી મુક્તિ મેળવવા માટે શુધ્ધ પાત્ર બનવું અને શ્રીહરિના પરમ સુખને પ્રાપ્ત કરવું એ માટે ‘પ્રિ–મુમુક્ષુ બેચ’ પ્રોજેક્ટ છે. હળાહળ કળીયુગમાં સત્સુગ સ્થાપવા, અધ્યાત્મના પ્રથમ ચરણરૂપ, અને શ્રીહરિનું અતિ રાજીપાનું સાધન એટલે બ્રહ્મચર્યની આજીવન નેમ લઇ, પતિ-પત્ની સંબંધો ભૂલી ભાઈ-બહેન તરીકે જીવન જીવી, શ્રીહરિની મૂર્તિમાં શાશ્વત સુખની પ્રાપ્તિ માટે તીવ્ર મુમુક્ષુતાનો પ્રારંભ કરનાર દિવ્ય સમાજ તૈયાર થાય છે. આ પ્રોજેક્ટ દ્વારા, સંસારમાં રહેવા છતાં આજીવન બ્રહ્મચર્ય પાળવા અને બ્રહ્મવિદ્યાની કોલેજ તરીકે, જે જીવના જીવન સાથે લગ્ન કરે છે, એવા મુમુક્ષુ પાત્રો તૈયાર થાય છે.
આદર્શ પ્રોજેક્ટ અંગેની માહિતી.

